કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે DIIની ઈક્વિટી ખરીદી રૂ.૭ લાખ કરોડને પાર…!!


કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત સુધી એક મહિનો બાકી હોવા છતાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII)એ ભારતીય ઇક્વિટી બજારમાં ખરીદીનો રેકોર્ડ સ્તર સ્પર્શ્યો છે. ૨૬ નવેમ્બર સુધીના આંકડા મુજબ DIIએ ઇક્વિટી કેશ માર્કેટમાં કુલ અંદાજીત રૂ.૭,૦૦,૪૭૫.૧૨ કરોડની નેટ ખરીદી કરી છે, જે કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં કરાયેલી રૂ.૫,૨૭,૪૩૮.૪૫ કરોડની ખરીદીની સરખામણીએ નોંધપાત્ર રીતે ઊંચી છે. મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ અને બેંકો સહિતના સંસ્થાકીય રોકાણકારોની મજબૂત માંગે આ વૃદ્ધિને મુખ્ય ટેકો આપ્યો છે. ચાલુ વર્ષે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ભારે વેચવાલી કરી છે ત્યારે DIIએ બજારના માનસને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી એફઆઈઆઈએ ઇક્વિટી કેશ માર્કેટમાં અંદાજીત રૂ.૨,૬૭,૦૧૭.૫૫ કરોડની નેટ વેચવાલી નોંધાવી છે, જે  ૨૦૨૪ની રૂ.૩,૦૪,૨૧૭.૨૫ કરોડની નેટ વેચવાલીની સરખામણીએ થોડું ઓછું છે, છતાં બજાર પર તેના દબાણને ઓછું કરવા DIIની જોરદાર ખરીદી મદદરૂપ બની છે. રિટેલ રોકાણકારોમાં ઇક્વિટી તરફ વધતી રસને કારણે મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી સર્વોચ્ચ રહી છે અને ફંડ હાઉસો સતત વધતા પ્રવાહના ટેકાથી ઇક્વિટી એક્સપોઝર વધી રહ્યા છે.

ઇક્વિટી અન્ય રોકાણ સાધનોની સરખામણીએ વધુ વળતર આપવાની ધારણાએ રિટેલ રોકાણકારોને બજારમાં વધુ નાણાં ઠાલવવા પ્રોત્સાહિત કર્યા છે, જેના કારણે ઇક્વિટી સ્કીમોમાં સતત મજબૂત ઇન્ફ્લોઝ જોવા મળી રહ્યા છે. DIIની મજબૂત ખરીદી સામે FIIની વેચવાલીનો દબાણ નબળો પડતાં શેરબજારના મુખ્ય ઇન્ડાઈસિસે આ વર્ષ દરમિયાન નોંધપાત્ર તેજી દર્શાવી છે. ગુરુવારે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં ૮૬૦૦૦ પોઈન્ટનું સ્તર પાર કર્યું હતું, જ્યારે નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સે ૨૬૪૯૫ પોઈન્ટની નવી સર્વોચ્ચ સપાટી સ્પર્શી હતી. કુલ મળીને વર્તમાન વર્ષમાં ભારતીય બજારમાં મુખ્ય ઇન્ડાઈસિસે અંદાજીત ૧૦% જેટલુ વળતર આપ્યું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *