જળ શક્તિ મંત્રાલય (પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ)ની સુધારેલી વેબસાઇટનું અનાવરણ – DBIM અને GIGW 3.0 માર્ગદર્શિકા સાથે સંરેખિત
(જી.એન.એસ) તા. 26
નવી દિલ્હી,
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં “રિપલ્સ ઑફ ચેન્જઃ જેન્ડર-ટ્રાન્સફોર્મેટિવ રૂરલ વોશ પ્રોગ્રામ્સ ઇન ઇન્ડિયા” પુસ્તકનો શુભારંભ કરાવ્યો હતો.
જલ શક્તિ મંત્રાલય અને યુનિસેફ ઇન્ડિયાના ડ્રિન્કિંગ વોટર એન્ડ સેનિટેશન વિભાગ (ડીડીડબલ્યુએસ)ના સંયુક્ત પ્રકાશનમાં રિપલ્સ ઓફ ચેન્જ ગ્રામીણ ભારતની દસ શક્તિશાળી વાર્તાઓ રજૂ કરવામાં આવી છે. યુનિસેફ (UNICEF) દ્વારા દસ્તાવેજીકરણ કરાયેલી આ વાર્તાઓ લૈંગિક સશક્તીકરણ, સામુદાયિક નેતૃત્વ અને પાયાના સ્તરે નવીનતાના ચશ્માં મારફતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને જલ જીવન મિશનની પરિવર્તનશીલ અસરને પ્રતિબિંબિત કરે છે.
આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ જલ શક્તિ મંત્રાલય (પેયજળ અને સ્વચ્છતા વિભાગ)ની અપગ્રેડેડ વેબસાઇટ પોર્ટલનો પણ શુભારંભ કરાવ્યો હતો. અપગ્રેડેડ વેબસાઇટ એ પ્રથમ એવા કેટલાક સરકારી પ્લેટફોર્મમાં સામેલ છે, જેને લેટેસ્ટ ડિજિટલ બ્રાન્ડ આઇડેન્ટિટી મેન્યુઅલ (ડીબીઆઇએમ) અને માર્ગદર્શિકા ફોર ઇન્ડિયન ગવર્નમેન્ટ વેબસાઇટ્સ (જીઆઇજીડબલ્યુ) 3.0નું સંપૂર્ણ પાલન કરીને સફળતાપૂર્વક ઓનબોર્ડ અને રિવાઇઝ કરવામાં આવ્યું છે.
ડીબીઆઈએમ એક વિસ્તૃત સ્ટાઇલ ગાઇડ તરીકે કામ કરે છે અને ભારતના ડિજિટલ ફૂટપ્રિન્ટ વચ્ચે સુમેળ સાધવા માટે જરૂરી વિઝ્યુઅલ, ટેકસ્ચુઅલ અને અનુભવજન્ય તત્ત્વોની રૂપરેખા આપે છે. ભારત સરકાર માટે સંકલિત અને એકીકૃત ડિજિટલ ઓળખના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત આ મંત્રાલયની સુધારેલી વેબસાઇટ નીચે મુજબની બાબતોની ખાતરી આપે છેઃ-
- સતત સરકારી બ્રાન્ડિંગ અને ઓળખી શકાય તેવા ઇન્ટરફેસ મારફતે સંવર્ધિત નાગરિક વિશ્વાસ
- સમાવિષ્ટ ડિઝાઇન, બહુભાષી સપોર્ટ અને તમામ વપરાશકર્તાઓ માટે વધુ સારી નેવિગેશન સાથે સુધારેલી સુલભતા
- ઉચ્ચ સુરક્ષા અને પ્રમાણિત ટેક પ્રોટોકોલ્સ અને અપડેટેડ સુરક્ષા પદ્ધતિઓનું પાલન
- વ્યાપક સર્વસમાવેશકતા અને કાર્યક્ષમતા સ્થાનિક વપરાશકર્તાઓ અને વૈશ્વિક હિસ્સેદારો સાથે સીમલેસ ક્રિયા-પ્રતિક્રિયાને મંજૂરી આપે છે
અપગ્રેડેડ પોર્ટલ હવે યુનિફાઇડ ઇન્ટરફેસ, સાતત્યપૂર્ણ બ્રાન્ડિંગ અને ટેકનોલોજી સ્ટાન્ડર્ડાઇઝેશન ધરાવે છે. જે જલ શક્તિ મંત્રાલય (પેયજલ અને સેનિટેશન વિભાગ)ને ડિજિટલ ઉત્કૃષ્ટતા અને સુલભતાનું ઉદાહરણ બનાવે છે.
આ પ્રસંગે બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, “રિપલ્સ ઓફ ચેન્જની વાર્તાઓ આપણને યાદ અપાવે છે કે જ્યારે મહિલાઓ નેતૃત્વ કરે છે, ત્યારે પરિવર્તન આવે છે.” રિપલ્સ ઓફ ચેન્જ એ માત્ર એક પુસ્તક નથી, તે આપણા ગામોમાં થઈ રહેલી મૂક ક્રાંતિઓનું પ્રતિબિંબ છે. સ્વચ્છ ભારત અને જલ જીવનનાં અભિયાનો માત્ર માળખાગત સુવિધાઓ માટે જ નથી. પરંતુ તેમાં સન્માન, સશક્તીકરણ અને પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘદૃષ્ટા નેતૃત્વ હેઠળ, મને ગર્વ છે કે અમારું મંત્રાલય અમારી અપગ્રેડેડ વેબસાઇટને લોંચ કરવાની સાથે ડિજિટલ ગવર્નન્સમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. જે માત્ર આધુનિક અને સુરક્ષિત જ નહીં, પરંતુ સર્વસમાવેશક, સુલભ અને નાગરિક કેન્દ્રિત પણ છે.”
આ કાર્યક્રમ જલ શક્તિ મંત્રાલયની સર્વસમાવેશકતા, સુલભતા અને સમુદાય-સંચાલિત વિકાસ પ્રત્યેની કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
આ કાર્યક્રમમાં મંત્રાલયનાં સચિવ ડીડીડબલ્યુએસ અને એસબીએમજીનાં મિશન ડાયરેક્ટર્સ ડીઓડબલ્યુઆરનાં સચિવ અને યુનિસેફ ઇન્ડિયાનાં વોશનાં વડા જેજેએમ સહિત મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.