(જી.એન.એસ) તા. 31
કપડવંજ,
કપડવંજ-નડિયાદ રોડ એક મોટો ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે અથડામણ સર્જાતા થારમાં સવાર 4 પૈકી એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 20 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં થાર કારનો ભુક્કો બોલાયો છે. ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસ (Kapadvanj Police) સ્થળે પહોંચી તપાસ હાથધરી છે.
આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાનાં કપડવંજ-નડિયાદ રોડ પરથી પસાર થતી કેનાલ નજીક થાર ગાડી અને એસટી બસ વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. ચાલકે પૂરઝડપે કાર હંકારતા એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એસટી બસનાં ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો સહિત 20 જેટલાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે, થાર કારમાં સવાર 4 લોકો પૈકી એક શખ્સનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.