એર ઈન્ડિયા પ્લેન ક્રેશ; પરિવારજનો માટે બેસવા અને પ્રતીક્ષા માટે તંત્ર દ્વારા કરવામાં આવી છે વિશાળ ડોમની વ્યવસ્થા

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ; પરિવારજનો માટે બેસવા અને પ્રતીક્ષા માટે તંત્ર દ્વારા કરવામાં આવી છે વિશાળ ડોમની વ્યવસ્થા


વરસાદી વાતાવરણમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોને સ્વજનોના પાર્થિવ દેહ સોંપવાની કામગીરી યથાવત

(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્લેન કેશના હતભાગીઓના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવાની કામગીરી ત્વરાભેર ચાલી રહી છે.

ડીએનએ મેચિંગ અને વેરિફિકેશન બાદ સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલની સામે આવેલા નવા પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ ખાતેથી પરિવારજનોને પાર્થિવ દેહોની સોંપણી કરવામાં આવે છે.

વહીવટી તંત્ર દ્વારા નવા પોસ્ટમોર્ટમ કોમ્પ્લેક્સની બહાર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં મૃતદેહો સ્વીકારવા આવતા પરિવારજનો માટે બેસવાની અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોમમાં પીવાના પાણી તથા પંખા અને કૂલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડોમની પાસે જ મોબાઈલ ટોઇલેટ વાન સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ ઉપરાંત, તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ડોમમાં રાહ જોઈ રહેલા પરિવારજનો માટે ચા, નાસ્તા, પાણી, ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

નશ્વર દેહ સોંપણી માટે તૈયાર થાય ત્યારે પરિવારજનોને ડોમ પાસે આવેલા કૉમ્પ્લેક્સ પાસે લઈ જવામાં આવે છે અને ત્યાંથી પોલીસ કર્મી અને એમ્બ્યુલન્સ સાથે પાર્થિવ દેહને રવાના કરવામાં આવે છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *