ઊંઝા શહેરના સરદાર ચોક નજીક બાળોજ કોમ્પલેક્ષ ખાતે આવેલ આંગડિયાન બે કર્મીઓ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આંગડિયા કર્મીના મોતીપુરા સોસાયટીના ગેટ પાસે ગાડીમાં આવેલ ઈસમોએ ઝપાઝપી કરી આંગડિયા કર્મી પાસે રહેલ બેગ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. જૉકે સફળતા ન મળતા હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. બચાવો બચાવોની બૂમો પાડતા લોકો ભેગા થઈ જ્યાં લૂંટારુઓ ગાડીમાં બેસી પલાયન થઈ ગયાં હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા સ્ટેશન રોડ પર આવેલ બાળોજ કોમ્પલેક્ષ ખાતે પી. ઉમેશચંદ્ર નામની આંગડિયા પેઢી આવેલ છે. જે પેઢીનાં કર્મચારી પટેલ સંજય કાન્તિલાલ ઉ.વ 48 રહે મહાદેવપૂરા કોલોની ઊંઝા સાથી કર્મચારી રાજેન્દ્ર પટેલને મૂકવા સાંજના સુમારે મોતીપુરા ખજૂરીપોળ ખાતે ગયા હતા. સમી સાંજે મોતીપુરા ગેટ પાસે જતા ગાડીમાં અગાઊ થી ઉભેલા લૂંટારુઓ પૈકી કર્મીઓ સાથે ઝપાઝપી કરી બેગમાં રહેલ રૂપિયા ૨.૫૦ લાખ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. છેવટે લૂંટારૂઓએ હુમલો કરતા સંજયભાઇને ઇજાઓ પહોંચી હતી. જૉકે કર્મીઓ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત સંજયભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે આંગડિયા પેઢી કર્મી રાજેન્દ્રભાઈએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરવામાં છે.