ઉત્તર પ્રદેશના બહરાઇચમાં બસ અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત; 5 ના મોત, 16 ઘાયલ

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં બસ અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત; 5 ના મોત, 16 ઘાયલ


(જી.એન.એસ) તા. 15

બહરાઇચ,

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં એક બસ દ્વારા એક રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં.

આ ભયાનક માર્ગ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ગોંડા-બહરાઇચ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો અને ઈજાગ્રસ્ત લોકો હુઝુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાપુર ગામના રહેવાસી છે. તેઓ રીક્ષામાં લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન બસે રીક્ષાને ટક્કર મારી હતી. મૃતકોની ઓળખ અઝીમ, ફહાદ, મરિયમ, અમજદ અને મુન્ની તરીકે થઈ છે. આ અકસ્માત સર્જાય બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. થોડી જ વારમાં ગોંડા-બહરાઇચ રોડ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *