આલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ ઇટાલીના જ્યોર્જિયા મેલોનીનું એવું સ્વાગત કર્યું કે સૌ કોઇ ચોંક્યા

આલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ ઇટાલીના જ્યોર્જિયા મેલોનીનું એવું સ્વાગત કર્યું કે સૌ કોઇ ચોંક્યા


(જી.એન.એસ) તા. 17

તિરાના,

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોની યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી કમિટીમાં હાજરી આપવા માટે તિરાના પહોંચ્યા છે ત્યારે આલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ તેમનું સ્વાગત એક અલગજ અંદાજમાં કરવામાં આવ્યું હતું જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ ગયું છે. સ્વાગત દરમિયાન, એક અનોખો નજારો જોવા મળ્યો જ્યાં અલ્બેનિયાના વડા પ્રધાને ઘૂંટણિયે બેસીને મેલોનીનું સ્વાગત કર્યું.

થોડા સમય પહેલા જ યોજાયેલ ચૂંટણીઓમાં સતત ચોથી વખત જીત મેળવનારા આલ્બેનિયાના વડાપ્રધાન એડી રામાએ ‘2030 સુધીમાં આલ્બેનિયાને યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાના’ તેમના ચૂંટણી વચન સાથે EPC (યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી) કોન્ફરન્સમાં હાજરી આપતા 40 થી વધુ દેશોના નેતાઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.

વડાપ્રધાન એડી રામાએ શિખર સંમેલનની પૂર્વસંધ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું: ‘તિરાનાથી, જ્યાં આજે આખું યુરોપ ભેગું થયું છે અને જે આખી દુનિયા જોઈ રહી છે, હું તમારા બધાનું સ્વાગત કરું છું.’ શિખર સંમેલનની શરૂઆત રેડ કાર્પેટથી થઈ, જેના પર બ્લૂ છત્રી પકડીને ઉભા રહેલા રામાએ EPC લોગોવાળી ટાઈ અને તેમના સિગ્નેચર સ્નીકર્સ પહેરીને યુરોપિયન નેતાઓનું સ્વાગત કર્યું.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં, જ્યોર્જિયો મેલોની રેડ કાર્પેટ પર ચાલતા  જોવા મળી રહ્યા છે. આ દરમિયાન,આલ્બેનિયાના વડા પ્રધાનના હાથમાં છત્રી હતી, જેને તેમણે જમીન પર મૂકી અને મેલોનીનું સ્વાગત કરવા માટે ઘૂંટણિયે બેસી ગયા. મેલોની પણ આ સ્વાગતથી આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે તેઓ ઘણીવાર તેમની ‘ઇટાલિયન બહેન’ માટે આવું કરે છે.

ઉલ્લેખનીય છે કે, 90 દિવસ પહેલા પહેલા પણ આવી જ ઘટના બની હતી. આલ્બેનિયાના પીએમએ યુએઈમાં ફ્યુચર એનર્જી સમિટ દરમિયાન ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીનું આવી જ રીતે સ્વાગત કર્યું હતું. મેલોની સમિટમાં હાજરી આપવા માટે અબુ ધાબી પહોંચ્યા હતા, જ્યાં આલ્બેનિયાના પીએમએ તેમનું ઘૂંટણિયે બેસીને સ્વાગત કર્યું. તે દરમિયાન મેલોનીનો 48મો જન્મદિવસ હતો અને આલ્બેનિયાના વડા પ્રધાને ગીત ગાઈને મેલોનીને બર્થડે વિશ કર્યું હતું. તે પછી, તેણે મેલોનીને પોતાના હાથે સ્કાર્ફ પણ પહેરાવ્યો હતો. 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *