આઇપીએલ 2025મા 35 જ બોલમાં સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશી બન્યો નવો રેકોર્ડ હોલ્ડર 

આઇપીએલ 2025મા 35 જ બોલમાં સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશી બન્યો નવો રેકોર્ડ હોલ્ડર 


મેચ પછી પિતાને કર્યો વીડિયો કોલ, કહ્યું- ‘દિવાળી વહેલી આવી…’

(જી.એન.એસ) તા. 29

રાજસ્થાન રોયલ્સ ટીમમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ સોમવારે 101 રનની રેકોર્ડ સદીની ઈનિંગ રમી હતી. 35 જ બોલમાં સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. એવામાં પોતાની ઐતિહાસિક સદી બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની સંઘર્ષગાથા જણાવી છે.  તેણે કહ્યું કે, ‘મારી માતા માત્ર ત્રણ જ કલાક સૂતા હતા અને મારા પિતાએ મારું ક્રિકેટર બનવાનું સપનું પૂર્ણ કરવા માટે પોતાનું કામ છોડી દીધું હતું. પરિવારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઘર ચલાવ્યું, પરંતુ મારું ક્રિકેટર બનવાનું સપનું જીવંત રાખ્યું.’  

આજે તેની મહેનત અને પરિવારના બલિદાને તેને આ મુકામ પર પહોંચાડ્યો છે. વૈભવે IPL T20 સાથે વાત કરતા પોતાની ઐતિહાસિક ઈનિંગ્સ, પોતાનું સંઘર્ષ, પરિવારનો સપોર્ટ અને પોતાના ભવિષ્યના લક્ષ્યો વિશે વાત કરી.

વૈભવે કહ્યું કે, ‘આજે હું જે કંઈ છું તે મારા માતા-પિતાને કારણે છું. મારી પ્રેક્ટિસને કારણે મારી માતા રાત્રે 2 વાગ્યે ઉઠી જતા હતા. તેઓ રાત્રે 11 વાગ્યે સૂતા હતા અને માત્ર ત્રણ કલાક જ ઊંઘ લેતા હતા. પછી તે મારા માટે ભોજન બનાવતા હતા. મારા પપ્પાએ કામ છોડી દીધું છે, મારો મોટો ભાઈ પપ્પાનું કામ સંભાળી રહ્યો છે અને તેના કારણે મુશ્કેલથી ઘર ચાલી રહ્યું છે. અને મારા પપ્પા મને પૂરો સપોર્ટ કરી રહ્યા છે અને કહે છે કે, તું કરીશ, તું કરીશ, તું કરીશ… ભગવાન જુએ છે કે જે લોકો સખત મહેનત કરે છે તેને ક્યારેય નિષ્ફળતા નથી મળતી.’ 

આ શબ્દો 14 વર્ષના વૈભવ સૂર્યવંશીના છે, જેણે 28 એપ્રિલના રોજ IPL મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 35 બોલ પર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 

આ પછી, વૈભવના માતા-પિતાએ એક વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી અને તેમના પુત્રની સફળતાનો શ્રેય રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટને પણ આપ્યો.

ઐતિહાસિક ઈનિંગ્સ રમ્યા પછી, વૈભવ સૂર્યવંશીએ તેના પિતાને વીડિયો કોલ કર્યો, જેનો વીડિયો રાજસ્થાન રોયલ્સે તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યો.

આ 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની IPLમાં ત્રીજી મેચ હતી. તેને પોતાની ડેબ્યૂ મેચમાં 34 રન બનાવ્યા હતા, અને બીજી મેચમાં 16 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. ત્રીજી મેચમાં તેને 101 રનની ઈનિંગ રમી. ઓક્શનમાં રાજસ્થાને વૈભવને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *