અમદાવાદની વિવેકાનંદ કોલેજ બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની હોવાથી સીલ કરવામાં આવી


(જી.એન.એસ),તા.૧૧

અમદાવાદ

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ફરી એકવાર જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે(12 ડિસેમ્બર) વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. આ બિલ્ડીંગ ફાયર સેફટી અને બિલ્ડીંગના બે માળ મંજૂરી વિના ચલાવવામાં આવતા હતા. આ બિલ્ડીંગ જર્જરીત પણ હોવાનું સામે આવ્યું છે. જેથી આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવતા આજે જે વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા તેમને પાછા જવું પડ્યું હતું. આજે પણ શહેરમાં ફૂડ કોર્ટ, સ્કૂલો, કોલેજો વગેરે જગ્યાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્કૂલો, હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

11 ડિસેમ્બરે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ફૂડ કોર્ટમાં લાકડાનો ઉપયોગ અને શેડ બનાવીને ફૂડ કોર્ટ ઊભા કરી દેવામાં આવે છે, કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવામાં આવતા નથી જેના પગલે આવા ફૂડ કોર્ટને સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી. સ્ટેમ્પ પેપર ઉપર તેઓને બીયુ પરવાનગી લેવા અને ફાયર સેફટી માટે સમય આપવામાં આવ્યો હોવા છતાં કાર્યવાહી ન કરવામાં આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી. 50થી વધારે લોકો જાય, એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરાઈ રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા એસજી હાઇવે અને ગોતા વિસ્તારમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરવામાં આવ્યા છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *