(જી.એન.એસ) તા. ૧
વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં તા.૨૫/૧૦/૨૦૨૫ની રજુઆતનાં સંદર્ભે વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠક યોજવામાં આવી. જેમાં તેઓનાં આવેદનપત્રની કુલ – ૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહિવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના આપવામાં આવેલ છે. નવેમ્બર માસનાં વિતરણ માટે નોંધપાત્ર સસ્તા અનાજનાં દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પુર્ણ કરેલ છે. આથી માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા NFSA લાભાર્થીઓની યોજનાને માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ સઘન બનાવી લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજનાં દુકાનદારોને હિતાર્થે ઘણા પગલા લેવામાં આવેલ છે.
જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવે છે.

