બોટાદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની બેઠક યોજાઇ

બોટાદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની બેઠક યોજાઇ


(જી.એન.એસ) તા.27

બોટાદ,

બોટાદ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવશ્રી ડી.ડી.કાપડીયા (નિવૃત્ત આઈ.એ.એસ)ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આયોગના સભ્યશ્રી કમલેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અધ્યક્ષાશ્રીએ બોટાદ વહીવટી તંત્ર દ્વારા બાળ અધિકારોના રક્ષણ, શિક્ષણ,પોષણ, બાળ સંરક્ષણ ગૃહો, આરોગ્ય,પુનઃ વસન, વિવિધ એક્ટની પરિણામલક્ષી કામગીરી તથા વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ સહિતના મુદ્દે કરેલી કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યમાં વધુ સારા હકારાત્મક પરિણામ લાવવા પર ભાર મુકીને માર્ગદર્શન સાથે જરૂરી સુચનો આપ્યાં હતાં.

            બેઠકમાં અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળ સંરક્ષણ ગૃહોમાં બાળકોની સંખ્યા, વ્યવસ્થાપન તેમનાં શિક્ષણ તથા સુરક્ષાને લઈ વિગતો મેળવી સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા ખાસ સુચન કર્યું હતું. આ સાથે તેમણે બોટાદમાં બાળકોનાં પુનઃવસનની કામગીરીની સરાહના કરી હતી. તેમણે બેઠકમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની કામગીરી, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ અંતર્ગત પોક્સો,બાળ લગ્ન,બાળ મજૂરી, ભિક્ષાવૃતિ, બાળ તસ્કરી સહિતનાં કેસ નિકાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી ખાસ કરીને બાળકોમાં ગુનાખોરી, બાળ લગ્ન ન થાય તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવા સુચના આપી હતી.

                બોટાદમાં બાળ મજૂરી અંગે વિગતો મેળવીને તેને રોકવા માટે રેસ્ટોરેન્ટ, હોટેલ સહિતનાં સ્થળે ચાઇલ્ડ લેબર એક્ટના બેનર મુકવા તથા લેબર ઓફિસ દ્વારા નિયમિત આકસ્મિક મુલાકાત કરવા સાથે બોટાદને ચાઇલ્ડ લેબર મુક્ત જિલ્લો બનાવવાનાં સંકલ્પ સાથે કામગીરી કરવા પર ભાર મુક્યો હતો.

આ અવસરે બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કામગીરીને બિરદાવી મોમેન્ટો અર્પણ કરાયો હતો.  સાથે સાથે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓએ બોર્ડ પરિક્ષા-2025માં પ્રાપ્ત કરેલી સફળતા બદલ તેઓ તેમજ જિલ્લામાં આવેલી તમામ શાળાઓને Certificate of Appreciation એનાયત કરવામાં આવ્યા, જે વિદ્યાર્થીઓનું મનોબળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *