જામનગર જિલ્લાની 87 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ

જામનગર જિલ્લાની 87 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ


(જી.એન.એસ) તા. 12

જામનગર,

જામનગર જિલ્લાની કુલ 266  ગ્રામ પંચાયતોમાં આગામી 22 જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ 266 પૈકી 87 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે, બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. જામનગર તાલુકામાં કુલ 65 પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી 20 સરપંચ બિનહરીફ જાહેર થયા છે. કાલાવડ તાલુકાની 72 પંચાયત પૈકી 25 પંચાયતમાં સરપંચ બિનહરીફ અને સાથે સભ્ય પણ બિનહરીફ જાહેર થયા. 

લાલપુર તાલુકાની 47 પંચાયત પૈકી 11 પંચાયતોમાં સરપંચ સભ્ય બિનહરીફ થયા છે. જામજોધપુર તાલુકાની 34 પંચાયતો પૈકી 10 ગ્રામ પંચાયત સમરસ બની છે. ધ્રોલની 24 માંથી 12 અને જોડિયાની 24 માંથી 9 પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.

જિલ્લાની સ્થિતિ જોઈએ તો કુલ પંચાયત 266 માંથી સરપંચ બિનહરીફ જાહેર થયા હોય એવી પંચાયત 86, કુલ 1188 સભ્ય બિનહરીફ થયા છે. જયારે સરપંચપદ માટે ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવાર 407 અને સભ્યપદ માટે હજુ 1893 ઉમેદવાર મેદાનમાં છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *