રોજ દારૂ પીવા છતાં 113 વર્ષની ઉંમર, લાંબા આયુષ્યના જણાવ્યા સીક્રેટ

આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાના જુઆન વિસેન્ટ પેરેઝ મોરાસનું નામ ગયા અઠવાડિયે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. જુઆન વિસેન્ટ પેરેઝ મોરાસ હાલમાં 113 વર્ષના છે. તેમનો જન્મ 27 મે 1909ના રોજ થયો હતો.

પેરેઝના 41 ગ્રાન્ડચિલ્ડ્રન્સ છે

સામાન્ય રીતે એવું કહેવાય છે કે લાંબા આયુષ્ય માટે સ્વસ્થ આહાર ખૂબ જ જરૂરી છે, પરંતુ પેરેઝ મોરાઝની બાબતમાં એવું બિલકુલ નથી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે પેરેઝ મોરાઝ 113 વર્ષના હોવા છતાં હજી પણ સ્વસ્થ છે અને દરરોજ એક સ્ટ્રોન્ગ પેગ પીવે છે. પેરેઝના 41 ગ્રાન્ડચિલ્ડ્રન્સ, 18 ગ્રેટ ગ્રાન્ડચિલ્ડ્રન્સ અને 12 ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડચિલ્ડ્રન્સ છે.

કોઈપણ પ્રકારની દવા લેતા નથી

વેનેઝુએલાના તચિરા રાજ્યમાં સેન જોસ ડી બોલિવરના ક્લિનિકના ડૉક્ટર એનરિક ગુઝમેનએ જણાવ્યું હતું કે, તેમની ઉંમર વધવાની સાથે તેમને હાઈ બ્લડ પ્રેશર અને સાંભળવાની થોડી તકલીફ છે. આ સિવાય તે એકદમ સ્વસ્થ છે અને કોઈપણ પ્રકારની દવા નથી લેતા.

સખત મહેનત કરવી અને રજાઓમાં આરામ કરવો

તેમના દીર્ઘાયુષ્યનું રહસ્ય શેર કરતા પેરેઝે એકવાર જણાવ્યું હતું કે, તેમના લાંબા જીવનનું રહસ્ય છે, “સખત મહેનત કરવી, રજાઓમાં આરામ કરવો, વહેલા સૂઈ જવું, દરરોજ એક ગ્લાસ વાઇન પીવો, ભગવાનને પ્રેમ કરવો અને હંમેશા તેને દિલમાં રાખવો.” પેરેઝ પણ ખૂબ ધાર્મિક છે. તેઓ દિવસમાં બે વાર પ્રાર્થના કરે છે.

વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ

18 જાન્યુઆરી, 2022ના રોજ 112 વર્ષ અને 341 દિવસની ઉંમરે સ્પેનના સેટુર્નિનો ડે લા ફુએન્ટે ગાર્સિયાના મૃત્યુ પછી, જુઆનને વિશ્વની સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવી છે. પેરેઝના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેની પત્નીનું નામ એડોફિના ડેલ રોઝારિયો ગાર્સિયા હતું. બંને 60 વર્ષ સુધી સાથે રહ્યા. પેરેઝની પત્નીનું 1997માં અવસાન થયું હતું. પેરેઝ અને એડિઓફિનાને 11 બાળકો છે, 6 પુત્રો અને 5 પુત્રીઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.