ગુજરાતમાં અવાર નવાર ભરતી પરીક્ષામાં ગેરરીતિ અને ગોટાળા અને કૌભાંડની ઘટનાઓ સામે આવતી હોય છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દ્વારા અવાર નવાર ભરતી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવે છે. ત્યારે આજે યુવરાજસિંહ જાડેજાએ GSRTCમાં નોકરી આપવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડીની કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો છે. આ સાથે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પીડિત દ્વારા સત્તત 4 મહિનાથી પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન થી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેની ફરિયાદ લેવામાં નથી આવતી તેવો પણ આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ; યુવરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે કે, GSRTC માં સિનિયર ક્લાર્ક અને કન્ડક્ટર નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી અને પીડિત દ્વારા સત્તત 4 મહિનાથી પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન થી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેની ફરિયાદ લેવામાં નથી આવતી.પીડિત દ્વારા નોકરીનું સપનું દેખાડી ઠગાઈ કરી હોવાનું માલૂમ થતા પહેલા ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવા અરજી આપેલ ત્યારબાદ બે મહીના પછી વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હતા. પરંતુ સામાન્ય અરજી લઈને આજદિન સુધી કોઈ જગાએ ગુનો નોંધવામાં આવેલ નથી.