પાલનપુર તાલુકાના સાસમ ગામ માં આખલાઓના આતંકની ઘટના સામે આવી હતી. જેમાં આખલાઓ વચ્ચેના યુદ્ધમાં એક યુવકને ઇજા થતાં સારવાર અર્થે ગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરો નો ત્રાસ વધી રહ્યો છે. પાલનપુર તાલુકાના સાસમ ગામમાં બે આખલાઓ ઝગડતા એક યુવક ને અડફેટે લીધો હતો. આખલાઓ ની અડફેટે ચડેલા યુવકને ઈજા પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્ત યુવક ને સારવાર અર્થે ગઢ રેફરલ ખસેડાયો હતો. સાસમ ગામમાં રખડતા પશુઓને લઈને ગ્રામજનો ત્રસ્ત બન્યા છે. અનેકવારની રજુઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી. ત્યારે આખલાઓની લડાઈ માં યુવક ને ઈજાઓ થતાં ગ્રામજનો માં રોષ જોવા મળ્યો હતો.

- February 25, 2025
0 26 Less than a minute
You can share this post!
editor