ધાનેરાના માલોત્રાનો યુવક ટ્રેનની અડફેટે ગંભીર હદે ઘાયલ

ધાનેરાના માલોત્રાનો યુવક ટ્રેનની અડફેટે ગંભીર હદે ઘાયલ

ધાનેરા તાલુકાના માલોત્રા ગામના ૩૫ વર્ષીય  જેન્તીભાઈ ગગડદાસભાઈ પટેલ (મુંજી) ગઈ મોડી રાત્રિના જાડી અને ધાનેરા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટમાં આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જેન્તીભાઈને પ્રથમ ધાનેરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધાનેરાની આયુષ નામની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

આ ઘટના અંગે ભીલડી રેલવે પોલીસ સ્ટેશનના ભાવાભાઈ આયદાનભાઈએ જાણવા જોગ ફરિયાદ નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, યુવક ટ્રેન અડફેટમાં કયા કારણોસર આવ્યો ? તે અંગેનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.ઇજા પામનારને રેલ્વે પાટાની સાઇડમાં પડેલ જોતા ટ્રેનના ડ્રાઈવરે ધાનેરા રેલ્વે માસ્ટરને જાણ કરતા તેમણે ભીલડી રેલ્વે પોલીસને જાણ કરેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *