સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ; અમદાવાદના નિકોલ વિસ્તારમાં યુવકે ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી લીધી. અજાણ્યા યુવકે પાર્ક કરેલી ટ્રક જોઈ ચાલુ થવાની રાહ જોતો રહ્યો અને ટ્રક ચાલુ થતાં જ તે ટ્રકના ટાયરની નીચે સૂઈ ગયો. ટ્રક યુવાન ઉપરથી પસાર થઈ ગયા પછી, ત્રણ સેકન્ડમાં જ તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. મળતી માહિતી મુજબ, આજે સવારે નિકોલ વિસ્તારમાં પામ હોટલ પાસે એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી. ઓઢવ પોલીસ સ્ટેશન આ કેસની તપાસ કરી રહ્યું છે. યુવકની હજુ સુધી ઓળખ થઈ નથી. ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.
આ બનાવની જાણ થતાં ઓઢવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઓઢવ પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓઢવ પીઆઇ પી.એન ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે મૃતક અજાણ્યો યુવક છે. તેની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી. તેના ખિસ્સામાંથી પણ કોઈ ચિઠ્ઠી કે અન્ય કોઈ વસ્તુ મળી નથી, જેથી યુવકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.