પાલનપુરના જનતાનગર પાસેના મેદાનમાંથી ગતરાત્રિના સમયે એક મુસ્લિમ યુવકની કરપીણ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર શહેરમાં આવેલ જનતાનગર વિસ્તારમાં મૌલાના આઝાદ મેદાનમાંથી મુસ્તકી મહંમદખાન પઠાણ નામના 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનો મિત્ર રાત્રિના સમયે મૃતકને બોલાવી જનતા નગરના મેદાનમાં લઈ ગયો હતો. જ્યાં અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મૃતકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો સહિત આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. જેઓએ પોલીસને જાણ કરતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પાલનપુર શહેર પૂર્વ પોલીસે આ અંગે ગુનો નોંધી શકમંદોને લાવીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસે જુદી જુદી ટિમો બનાવી આરોપી ને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું ડીવાયએસપી ડો. જીગ્નેશ ગામીતએ જણાવ્યું હતું.

- July 5, 2025
0
109
Less than a minute
You can share this post!
editor