યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ

યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ

ઉત્તર પ્રદેશની યોગી સરકારના એક મંત્રી માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. ભાજપના મંત્રી ગુલાબો દેવી હાપુરમાં NH-9 પર માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓ દિલ્હીથી મુરાદાબાદ જઈ રહ્યા હતા. ત્યારે તેમના કાફલામાં રહેલા વાહનને અકસ્માત નડ્યો. આ અકસ્માત હાપુરના પિલખુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છિજરસી ટોલ પ્લાઝા પાસે થયો હતો.

શરૂઆતના અહેવાલ મુજબ, મંત્રીનો કાફલો મુરાદાબાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે કાફલાની આગળના એક વાહને અચાનક બ્રેક લગાવી. આ કારણે મંત્રીના કાફલામાં રહેલા અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા. મંત્રી ગુલાબો દેવીની કારનો ડ્રાઈવર પણ કાર પર કાબુ રાખી શક્યો નહીં. તેમની કાર પણ અકસ્માતનો ભોગ બની.

મંત્રી ગુલાબો દેવીને ઇજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક હાપુડની રામા મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તબીબી સ્ટાફ તેમની હાલત પર નજીકથી નજર રાખી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *