ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યભરમાં યોગાસન સ્પર્ધા યોજાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ની વિદ્યામંદિર ખાતે પણ યોગાસન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 439 બાળકોએ ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં યોગાસન- 2025 નું આયોજન કરાયું છે. જેમાં 15,000 થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાયું છે. રાજ્યમાં આજે 51 સ્થળોએ યોગાસન સ્પર્ધા યોજાઈ રહી છે. ત્યારે પાલનપુર ખાતે પણ યોજાયેલી યોગાસન સ્પર્ધામાં 439 બાળકોએ ભાગ લઈ પોતાનું યોગ કૌશલ્ય બતાવ્યું હોવાનું ઉત્તર ગુજરાત ઝોનના કો.ઓર્ડિનેટર અજિત પટેલે જણાવ્યું હતું. બાળકો યોગ કરતા થાય અને ઘેર ઘેર યોગ પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા યોગાસન સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લા યોગ કોચ નીતાબેન ઠાકોર, દ્રુપદ સોની સહિત યોગ સ્પર્ધાના સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

- February 10, 2025
0
108
Less than a minute
You can share this post!
editor