એસટી બસનો હોલ્ટ માનસી હોટલના બદલે મોઢેરા એસટી બસ સ્ટેશન કરવાં રજુઆત; ઊંઝા મહેસાણા હાઇવે પર જતાં આવતા બસ માનસી હોટલે ચા પાણી અને જમવાના થતાં હોલ્ટને લઈ થતી હેરાનગતિ ટાળવા મુદ્દે બસનો હોલ્ટ મહેસાણા મોઢેરા બસ સ્ટેશન કરવાં મુદ્દે આજે ઊંઝા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ પરબતસિંહ ઝાલા દ્વારા ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યું હતું કે થરાદ, ડીસા પાલનપુર ડેપોની બસ ઊંઝા મહેસાણા હાઇવે પર થઈને અમદાવાદ સુરત જઇ રહેલ હૉય તો તેના માટે હોલ્ટ માનસી હોટલ ખાતે આપવામા આવેલ છે. જેના કારણે રૂટ પર એટલે કે ઊંઝા મહેસાણા તરફ જતા આવતા 20 થી 25 મિનિટ થતી હોઈ ત્યાં બસના હોલ્ટને કારણે ઊંઝાથી મહેસાણા જતા આવતા 45 થી 50 મિનિટ અને કેટલીક વખત એક કલાક સુધીનો સમય લાગે છે. આ કારણે નોકરીયાત વર્ગ થી લઇને ઊંઝા તાલુકાના મુસાફર હેરાન થઇ રહ્યા છે. જેણે લઈ ઊંઝા તાલુકાના તમામ નાગરિકો મુસાફર મીત્રો વતી રજુઆત કરાઈ છે કે હોટલ માનસીના બસ હોલ્ટ છે જેણે બદલે મહેસાણા મોઢેરા બસ સ્ટેશન કરવાં માંગ કરાઈ છે.