વાવ તાલુકાના ભાટવરવાસ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં થતી ગેરરીતિઓ ના મુદ્દે ગામના જાગૃત નાગરિક કેતનભાઈ શામજી ભાઈ ગોહિલે આરોગ્ય કમિશનર ગાંધીનગર તેમજ પી.એમ. ઓ અને સી.એમ.ઓ ખાતે લેખિત માં રજુઆત કરી ન્યાયની માંગ કરી છે. જેમાં જણાવ્યું છે. કે વાવ તાલુકાના ભાટવરવાસ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં ચાલતી રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલવામાં આવતી નથી. ખોટા ઠરાવો એજન્ડા લાવી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુ માં પ્રા.આરોગ્ય કેન્દ્રમાં જાહેરાત વિના વર્ગ 4 ની ભરતી ઓ કરવામાં આવી રહી છે.
જે મુદ્દે ફોજદારી ગુનાની માંગ કરાઈ છે. ઇમરજન્સી સારવાર માટે સગર્ભા માતાઓ રીફર કરવા માટે આપવામાં આવેલી એમ્બ્યુલન્સ પ્રા.આરોગ્ય કેન્દ્ર માં જોવા મળતી નથી. સ્ટાફની ગેરહાજરી રહેતી હોવાથી બાયોમેટ્રિક જિલ્લા રાજ્ય લેવલ થી સેટ કરી તપાસ કરવામાં આવે તેમજ પ્રા.આરોગ્ય કેન્દ્ર માં લેબોરેટરી હોવા છતાં બહારની પ્રાઇવેટ લેબમાં દર્દીઓને મુકવામાં આવે છે. આ મુદ્દે અગાઉ મૌખિક રજુઆત કરાઈ હતી.પરંતુ સ્થાનિક અધિકારીઓએ તપાસ કરતાં ન્યાય મળેલ નથી. જેથી આ બાબતની તપાસ કોઈ ઉચ્ચ અધિકારીઓ સોંપી નિષ્પક્ષ તપાસ કરવાની અરજદારે માંગ કરી છે. જો યોગ્ય ન્યાય નહિ મળે તો હાઈ કોર્ટમાં જી ન્યાયની માંગ કરવાનું જણાવ્યું છે.