આજથી મહિલા પ્રીમિયર લીગ 2025 માં શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે રમાશે. WPLની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ આજે સામસામે ટકરાશે. પ્રથમ વખત ટુર્નામેન્ટ ચાર અલગ-અલગ સ્થળોએ યોજાઈ રહી છે. જેમાં લખનૌમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ અને વડોદરાના કોટંબી સ્ટડિયમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પણ મેચો યોજાવાની છે.
વડોદરા પ્રથમ તબક્કામાં મહિલાઓની છ મેચોની યજમાની કરશે, ત્યારબાદ બેંગલુરુમાં આઠ મેચો થશે. લખનૌ ત્રીજા તબક્કામાં ચાર મેચોની યજમાની કરશે, ત્યારબાદ ચાર મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. RCB ગઈ સિઝનમાં નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ ને હરાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. મુંબઈ ઈન્ડિયન્સ, પ્રથમ આવૃત્તિની ચેમ્પિયન, અને UP વોરિયર્સ ચેમ્પિયનશિપની અન્ય બે ટીમો છે.
મલેશિયામાં T-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય અંડર-19 ટીમના ખેલાડીઓ નિક્કી પ્રસાદ (દિલ્હી કેપિટલ્સ), પારુણિકા સિસોદિયા (મુંબઈ ઈન્ડિયન્સ), શબનમ શકીલ (ગુજરાત જાયન્ટ્સ), વીજે જોશીતા (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને જી કમલિની (મુંબઈ ઈન્ડિયન્સ) પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. સારાહ બ્રાઇસ તેની બહેન કેથરીન અને યુએસએની તારા નોરિસ પછી WPLમાં રમનારી ત્રીજી એસોસિયેટ ક્રિકેટર પણ બની છે. જાયન્ટ્સે બેથ મૂનીના સ્થાને એશ ગાર્ડનરને તેમના નવા કેપ્ટન તરીકે પણ નિયુક્ત કર્યા.