ભીલ સમાજ દ્વારા વાજતે ગાજતે શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી; પાલનપુર ખાતે ભીલ સમાજ દ્વારા નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બિરસા મુંડાને શ્રધાંજલિ આપવાની સાથે શહેરમાં વાજતે ગાજતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જે શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાલનપુરમાં વસતા સમસ્ત ભીલ સમાજ દ્વારા દર વર્ષે તાં.9 ઓગસ્ટના રોજ બીરસા મુંડાના જન્મ દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ડેરી રોડ પર આવેલ ભીલ સમાજની વાડી ખાતે વહેલી સવારે મોટી સંખ્યામાં ભીલ સમાજના ભાઈઓ તેમજ બહેનો એકઠા થઇ બીરસા મુંડાને શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી બાદમાં વાજતે ગાજતે શહેરમાં વિશાળ શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. જેમાં ભીલ સમાજના આગેવાનો અને યુવાનો પરંપરાગત વસ્ત્રો પહેરીને જોડાયા હતા જોકે શોભાયાત્રા ગુરુનાનક ચોક ખાતે આવતા પાલિકા પ્રમુખ સહિતના શાસકો દ્વારા પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. શહેર ભાજપ મંત્રી સોનિયાબેન વાઘેલાનું અવસાન થયું હોઇ ભીલ સમાજે મૃતકને શ્રધાંજલિ અર્પણ કરી હતી આ શોભાયાત્રામાં કોઝી સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કરી ભીલ સમાજની વાડી ખાતે પરત ફરી હતી.

