પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 22 જાન્યુઆરી 2025 ના રોજ માનવ શરીર વિજ્ઞાન વિશે વર્કશોપ યોજાયો હતો જેમાં 200 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા માનવ શરીરના વિવિધ ભાગો જેવા કે હૃદય, ફેફસા, આંખ, મગજ, પાચનતંત્ર તથા તેની સાથે સંકળાયેલા અંગો વગેરે ની બનાવટ અને તેની કાર્યપ્રણાલી વિશે સહભાગીઓનું નિદર્શન સાથે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રકારની વર્કશોપ શાળાના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોના વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો કરે છે અને તેમને વૈજ્ઞાનિક રીતે યોગ્ય જીવનશૈલી અપનાવવા માટે પણ પ્રેરિત કરે છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે માનવ શરીરની રચના અને કાર્યોને સમજવું ખૂબજ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા શરીરને સમજવામાં મદદ કરે છે અને તે તમને સ્વસ્થ રહેવા માટે યોગ્ય જીવનશૈલી અપનાવવામાં મદદ કરે છે.

- January 24, 2025
0 115 Less than a minute
You can share this post!
editor