- ફેકટરી એકટમાં સુધારો કરવા ગુજરાત સરકારે બહાર પાડયો વટહુકમ : આર્થિક પ્રવૃતિ વધુ ધમધમતી થાય અને રોજગારીની તકો વધે એ હેતુ
ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં દિવસમાં કામના કલાકોની સંખ્યા ૯ થી વધારીને ૧૨ કલાક કરવામાં આવ્યા છે જે અંતર્ગત અઠવાડિયામાં મહત્તમ ૪૮ કલાક રહેવા જોઈએ . સરકારના મતે આ પગલાનો હેતુ વધુ આર્થિક પ્રવળત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવાનો છે. જે કિસ્સાઓમાં કામદારો ૧૨ કલાકની શિફ્ટમાં કાર્યરત હોય ત્યાં ૬ કલાક સતત કામ કર્યા પછી તેમને ૩૦ મિનિટનો વિરામ આપવો ફરજિયાત છે.
ફેક્ટરી એક્ટની જોગવાઈઓમાં બીજા એક મહત્વપૂર્ણ ફેરફારમાં કેટલાક કડક સલામતી માર્ગદર્શિકાને આધીન રહી રાજ્ય સરકાર હવે મહિલાઓને વાણિજ્યિક સંસ્થાઓમાં ચોવીસ કલાક કામ કરવાની પરવાનગી આપશે. અગાઉ સરકારે મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી આપવા અંગે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. ‘નવા વટહુકમ લાગુ થયા પછી, જો ઉદ્યોગ તમામ જરૂરી સલામતીનાં પગલાં પૂર્ણ કરે તો સંમતિ આપતી મહિલાઓ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે છે,’ એક અધિકારીએ જણાવ્યું.
દરમિયાન, રાજ્ય સરકારે ફેક્ટરીઓના માલિકોને એક ક્વાર્ટરમાં ૭૫ કલાકને બદલે ૧૨૫ કલાકનો ઓવરટાઇમ આપવાની પણ મંજૂરી આપી છે. કર્મચારીઓ તેમના કામના ઓવરટાઇમ કલાકો માટે બમણા પગાર માટે પાત્ર રહેશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.ફલેકસીબલ (ફેરફારને આધિન) કામના કલાકોનો ખ્યાલ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે છે, પરંતુ ફેક્ટરી કાયદાની જોગવાઈઓ હેઠળ આ શકય નહોતું. વટહુકમ સાથે, કર્મચારીઓ હવે ચાર દિવસ માટે ૧૨ કલાકની શિફ્ટમાં કામ કરી શકે છે, જેનાથી ઉદ્યોગને તેમની જરૂરિયાત મુજબ ફલેકસીબલ શિફ્ટ સમય અપનાવવાની મંજૂરી મળશે,ૅ વટહુકમના મુસદ્દા સાથે જોડાયેલા એક અધિકારીએ આ મૂજબ જણાવ્યું.
રાજ્ય સરકારના ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે ફેક્ટરીઓ (ગુજરાત સુધારો) વટહુકમ ૨૦૨૫ બહાર પાડવામાં આવ્યો છે કારણ કે રાજ્ય સરકાર આર્થિક પ્રવળત્તિઓને વેગ આપવા માંગે છે. એટલુ જ નહિ રાષ્ટ્રીય મહત્વના રોકાણને નવા પ્રોજેક્ટ્સમાં આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવા માંગે છે. સરકારે ગેઝેટ નોટિફિકેશનમાં કહ્યું છે કે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી એક વટહુકમ બહાર પાડવામાં આવી રહ્યો છે.રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ અંગે, વટહુકમમાં જણાવાયું છે કે તેનો હેતુ ઓવરટાઇમ કામ પર મહિલા કામદારોને રોજગારી આપવાનો છે, કામ કરવા અને કમાવવા માટે સમાનતા અને સમાન તક પૂરી પાડવાનો છે, અને રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલા કામદારોની સલામતી અને આરોગ્ય સુનિશ્ચિત કરવાની શરતોને આધીન, મહિલાઓને ચોવીસ કલાક રોજગારી આપવાનો છે, રાત્રિ શિફ્ટમાં કામ કરવા માટે રસ ધરાવતી મહિલા કામદારો પાસેથી લેખિત સંમતિ મેળવવાની રહેશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુધારાઓ મહિલા કામદારોની સલામતી, ગૌરવ અને કલ્યાણનું રક્ષણ કરતી વખતે, લિંગ સમાવેશકતા અને કાર્યબળ સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સુધારાઓ ઔદ્યોગિક રોજગારમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે, જેમાં સમાવિષ્ટ અને પ્રગતિશીલ કાર્ય વાતાવરણનો વિકાસ થશે.રાજ્યમાં કાર્યરત કંપનીઓ, મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ રાત્રિ શિફ્ટમાં મહિલા કર્મચારીઓને રોકવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે સ્થાનિક સત્તાવાળાઓ પરવાનગી આપવામાં વધુ પડતી સાવધાની રાખતા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સુધારાથી તમામ –કારની સંસ્થાઓને રાત્રિ શિફ્ટમાં મહિલાઓને રોજગારી આપવામાં સુવિધા મળશે.