પાટણ નગરપાલિકા પાયાની સુવિધા પૂરી પાડવામાં ઊણી ઊતરી હોવાની કલેક્ટરને રજૂઆત; પાટણ શહેરના અંબાજી નગર વિસ્તારની પાંચ સોસાયટીની મહિલાઓએ સોમવારે પાટણ નગરપાલિકા વિરુદ્ધમાં રેલી યોજી પાટણ પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાની રજૂઆત કલેકટર ને કરી પાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પુરી પાડે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.
પાટણ શહેરના અંબાજી નગર વિસ્તારમા આવેલ સોપાન વિલા,મુનિજી સોસાયટી,માહી સોસાયટી,એપોલો સોસાયટીની મહિલાઓએ પોતાના વિસ્તારના માર્ગો પર વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા,છેલ્લા પાંચ વર્ષથી વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યા સહિતના પ્રશ્નો મામલે સોમવારે વેલી યોજી કલેકટર કચેરી ખાતે પાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરી પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાની હૈયાવરાળ ઠાલવી નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો ને અનેક વખત આ મામલે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલા ભરાતા ન હોય જે મામલે મહિલાઓએ કલેકટરને આવેદનપત્ર આપી પાટણ નગરપાલિકા દ્વારા ઉપરોક્ત વિસ્તાર સહિત પાટણના શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડે તેવી માંગ કરી હતી.