ડીસાના બલોધર ગામે વીજ કરંટ થી મહિલાનું મોત: મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના બલોધર ગામના વાઘેલા (ઠાકોર) સંગીતાબેન બચુજી ઉમર વર્ષ 35 રહે બલોધર પોતાના ખેતરમાં વીજ થાંભલા નજીક પશુઓ માટે ધાસચારો લઈ રહ્યા હતા. તે દરમિયાન સિંગલ ફેશ લાઈન ના થાંભલાના કલુડા પરથી વાયર ઉતરીને લોખંડની ઈંગલ પર થી અર્થિંગના વાયર સાથે ટચિંગ થતા કરંટ લાગતા સંગીતાબેન ને ડીસા ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યા જેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ ગરીબ મહિલાને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને જાણવા મળ્યું છે કે પ્રેગનેટ પણ હતા મૃતક પશુપાલન અને ખેતીવાડી કરી પોતાનુ ગુજરાત ચલાવતા હતા જેમના મોતથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને ચાર બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારીના કારણે ભીલડી વિસ્તારમાં આવા અનેક ઝૂલતા તાર અને જૂના પોલના ધાભલા જોવા મળી રહ્યા છે. જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય તેવી ભિતિ સેવાઈ રહી છે. તો ભીલડી ઉતર ગુજરાત વીજ કંપની દ્વારા આ થાંભલા સરખા કરશે ખરી?

- January 23, 2025
0 87 Less than a minute
You can share this post!
editor