પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોળ ગામમાં રહેતાં ૩૫ વર્ષના શ્રવણભાઈને અચાનક જ ઝેરી મધમાખીના ઝુંડ એમના માથાના ભાગમાં પડતા જ તેમના મમ્મીએ 108 ને કોલ કર્યો હતો. આ કોલ છાપી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ની ટીમ ને મળતા ૧૦૮ ના ઈએમટી લલિતભાઈ પરમાર અને પાઈલોટ ભરતભાઈ પ્રજાપતિ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ઘટના સ્થળ પર પહોંચ્યાં પછી ઈએમટી દ્રારા તપાસ કરતા દર્દી શ્રવણભાઈના માથાના ભાગે અસંખ્ય ઝેરી મધમાખી ઓએ ડંખ મારેલો હતો તથા દર્દીના શરીર પાસે ઝેરી મધમાખીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં હતું.
છાપી ૧૦૮ ની ટીમ દ્વારા પોતાની આગવી સૂઝબૂઝથી એમ્બ્યુલન્સ માં રહેલી PPE કીટ(સેફ્ટી કીટ) નો ઉપયોગ કરી દર્દી પાસે જઈ એમ્બ્યુલન્સ માં રહેલું સેનિટાઈઝર અને શેમ્પૂનો ઉપયોગ સ્પ્રે દ્વારા કરીને દર્દી પાસેથી મધમાખીને દૂર કરીને દર્દીને તરત જ એમ્બ્યુલન્સ માં લઈ ઈએમટી દ્વારા અમદાવાદ ખાતે ૧૦૮ ના ડૉકટર ને દર્દીની સંપૂર્ણ માહિતી આપી તેમની સલાહ મુજબ જરૂરી દવાઓ તેમજ પ્રાથમિક સારવાર આપી દર્દીને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. સ્થળ પર હાજર ગ્રામજનો, દર્દીના સગાઓએ તથા પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારી અને EME નિખિલ પટેલ દ્રારા ટીમ ની પ્રશનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.