ખેતરોમાં ઉભેલી મગફળી પલળી જતાં ઊગી નીકળી; બનાસકાંઠા જિલ્લાના વડગામ,પાલનપુર, દાંતીવાડા ડીસા, ધાનેરા,અમીરગઢ સહિતના તાલુકાઓમાં ગુરુવારે પડેલા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે. વડગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ તેમજ પાલનપુર તાલુકામાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના મગફળીના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોએ ચાર મહિનાની મહેનત બાદ મગફળીનો પાક તૈયાર કર્યો હતો અને હવે પાક લેવાની તૈયારીના સમયે સતત વરસાદ વરસતા આ પાકો નિષ્ફળ ગયા છે. જ્યાં ભારે વરસાદને લઈને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે હવે મગફળીનો પાક પણ ફરીથી ઉગવા લાગ્યો છે. ત્યારે આ મગફળી હવે કોઈ કામ આવે તેમ નથી. જેના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઇ છે. ખેડૂતોના ખેડાઈ બિયારણ સહીત પોતાની કરેલી મજૂરી પણ મળી શકે તેમ નથી અને મોટું નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે ત્યારે ખેડૂતો હવે નુકસાનને લઈને સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે.

- July 5, 2025
0
77
Less than a minute
You can share this post!
editor