થરાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરલાઇન અંગે જવાબદાર કોણ?

થરાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ગટરલાઇન અંગે જવાબદાર કોણ?

થરાદના માધવનગર વિસ્તારમાં ભુગર્ભ ગટરલાઇન ઉભરાતાં રહીશો અને રાહદારીઓ ભારે ત્રાહીમામ પોકારી ઉઠ્યાછે.નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરાતાં રહીશોએ ભારે આક્રોશ સાથે રોષે ભરાયા હતા.નગરજનોને ભારે ત્રાસદાયક સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો હોવાના કારણે ગટરલાઇનની ખરેખર જવાબદારી કોની છે અને આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

થરાદના માધવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતાં ગંદા પાણી મુખ્ય માર્ગની વચ્ચે ભરાઇ રહ્યું છે.રહીશોએ જણાવ્યું હતું કે વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્રના આંખ આડા કાનના પરિણામે વાસ મારતું ગંદું પાણીના જાહેરમાં ભરવાથી ભારે રોગચાળાની દહેશત સાથે લોકોમાં ફફડાટ અને આક્રોશની લાગણી ફેલાવા પામી છે. આ અંગે નગરપાલિકામાં રજુઆત કરાતાં પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા છતાં પણ તેનો યોગ નિકાલ નહી થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

રોડ પર ભરાતા પાણીમાં પુષ્કળ પ્રમાણમાં મચ્છરો પેદા થયેલા હોઇ ભારે રોગચાળાની દહેશત પણ સેવાઇ રહી છે. નગરના અન્ય પણ કેટલાક હાર્દસમા વિસ્તારોમાં ભરચોમાસે વગર વરસાદે ગટરથી નર્કાગાર જેવી સ્થિતીના કારણે હાલાકી ભોગવી રહેલા નગરજનોમાં ઉભરાતી ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની જવાબોદારી કોની? તે સવાલ પણ ચર્ચાસ્પ્દ બનવા પામ્યો છે.સાથે સાથે જિલ્લા કે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલામાં હસ્તક્ષેપ કરવામાં આવે તેવી પ્રબળ માંગ પણ ઉઠવા પામી છે.

subscriber

Related Articles