દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મંગળવારે કાલકાજી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સાથે તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું સોગંદનામું પણ રજૂ કર્યું છે. આ ચૂંટણી એફિડેવિટ અનુસાર, આતિશી પાસે કુલ 76.93 લાખ રૂપિયાની સંપત્તિ છે. આનાથી એ પણ બહાર આવ્યું છે કે આતિશીની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 28.66 ટકાનો વધારો થયો છે, તેની પાસે કોઈ કાર કે અન્ય કોઈ વાહન નથી, તેની પાસે કોઈ સ્થાવર મિલકત એટલે કે બંગલો, ફ્લેટ નથી અને તેના નામ પર કોઈ જ્વેલરી નથી.
દિલ્હીના સીએમ આતિશીએ જણાવ્યું કે તેમની પાસે 30 હજાર રૂપિયા રોકડા છે અને ત્રણ બેંક એકાઉન્ટ છે, જેમાં 19,93,512 રૂપિયા ફ્લાયઓવર માર્કેટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ડિફેન્સ કોલોની બ્રાન્ચમાં સેવિંગ એકાઉન્ટમાં છે અને 32,85,459 રૂપિયા FDમાં છે. ICICI બેંકની ભોગલ શાખાના બચત ખાતામાં 15,10,790 રૂપિયા અને FDમાં રૂપિયા 7,53,613 છે અને તેની સાથે ICICI બેંકની કાલકાજી મેઇન રોડ શાખાના બચત ખાતામાં 20 હજાર રૂપિયા છે.
43 વર્ષીય આતિશી સામે 2020માં ફોજદારી માનહાનિનો કેસ પેન્ડિંગ હતો, જેની સંખ્યા હવે વધીને બે થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આતિષી સામે પહેલો ક્રિમિનલ કેસ 2019માં અને બીજો 2024માં નોંધાયો હતો પરંતુ હજુ સુધી તેને કોઈ પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો નથી.