પીએમ મોદીએ રેલીમાં કહ્યું : જ્યારે પણ મેં મહારાષ્ટ્ર પાસેથી કંઈક માંગ્યું જનતાએ મને દિલથી આશીર્વાદ આપ્યા

પીએમ મોદીએ રેલીમાં કહ્યું : જ્યારે પણ મેં મહારાષ્ટ્ર પાસેથી કંઈક માંગ્યું જનતાએ મને દિલથી આશીર્વાદ આપ્યા

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. PM મોદીએ આજે મહારાષ્ટ્રના ધુલેમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. પીએમ મોદીએ સભામાં આવેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને આ પછી તેમણે મહાવિકાસ અઘાડી પર પ્રહારો કર્યા. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે જ્યારે પણ મેં મહારાષ્ટ્ર પાસેથી કંઈક માંગ્યું છે ત્યારે મહારાષ્ટ્રની જનતાએ મને દિલથી આશીર્વાદ આપ્યા છે.

પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે હું 2014ની વિધાનસભા ચૂંટણી વખતે તમારી વચ્ચે ધુળે આવ્યો હતો. મેં તમને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર માટે વિનંતી કરી હતી. તમે મહારાષ્ટ્રમાં 15 વર્ષના લાંબા રાજકીય ચક્રને તોડીને ભાજપને અભૂતપૂર્વ જીત અપાવી. આજે હું ફરી એકવાર અહીં ધુળેની ધરતી પર આવ્યો છું. હું ધુલેથી જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યો છું.

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોની રાજનીતિનો આધાર માત્ર લૂંટ છે. મહાવિકાસ આઘાડીના વાહનમાં માત્ર ડ્રાઈવર સીટ માટે જ લડાઈ છે. તેની કારમાં ન તો વ્હીલ છે કે ન તો બ્રેક. જ્યારે તેઓ સત્તામાં આવે છે ત્યારે વિકાસ અટકાવે છે. પીએમ મોદીએ કહ્યું કે અમે જનતાની સેવા કરવા માટે રાજકારણમાં છીએ. પીએમ મોદીએ કહ્યું કે આગામી 5 વર્ષ મહારાષ્ટ્રની પ્રગતિને નવી ઊંચાઈ પર લઈ જશે. મહારાષ્ટ્રને જે સુશાસનની જરૂર છે તે માત્ર મહાયુતિ સરકાર જ આપી શકે છે.

subscriber

Related Articles