વ્હેમીલો પતિ પત્ની પર શંકા કરી ઓનલાઈન ગેમ રમી પૈસા વેડફતો : 181ની ટીમે શાન ઠેકાણે લાવી

વ્હેમીલો પતિ પત્ની પર શંકા કરી ઓનલાઈન ગેમ રમી પૈસા વેડફતો : 181ની ટીમે શાન ઠેકાણે લાવી

સરહદી બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં એક યુવક કામ ધંધે જઈને બધા જ પૈસા મોબાઈલ ગેમમાં વેડફતો હતો. પત્નીને એક પણ રૂપિયો ન આપતા પત્ની અન્ય લોકોના ઘરે જઈ કામ કરી ઘર ખર્ચ સંભાળતી હતી. પતિ પત્ની પર વહેમ શંકા કરતો હતો. જેથી કંટાળીને મહિલાએ 181 નો સંપર્ક કર્યો હતો. જેમાં 181ની ટીમે યુવકની શાન ઠેકાણે લાવી છે.

બનાસકાંઠામાં એક ગામમાં મોબાઈલના દુરુપયોગનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પીડિત મહિલાનો પતિ પોતાના મિત્રોની સંગતમાં આવીને ફોનમાં ઓન લાઇન ગેમ રમવાની આદત થી પોતાના જ પરિવાર ને હેરાન કરતો હતો. અને કમાણીના બધા પૈસા ઓનલાઇન ગેમ માં નાખી દેતો હતો. અને તેની પત્ની પોતાના ત્રણ સંતાનોના ભરણ પોષણ માટે બહાર લોકોના ઘરે કામ ધંધે જાય અને ઘરેનું પૂરું પાડતી હતી. જોકે, પતિ તેની પત્ની પર ખોટા વ્હેમ કરતો હતો. જેથી તો કંટાળેલી પત્ની એ આખરે રાત ના 12 વાગે 181 મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો.

બનાસકાંઠા 181 ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના જાણ્યા બાદ પતિને કાયદાકિય રીતે સમજાવી તેના ફોનમાં થી બધી જ ગેમ ડિલીટ કરાવીને પોતાના પરિવાર માટે વિચારવા અને પોતાના બાળકો ની ભવિષ્ય શું થશે તેમ સમજાવીને તેને પોતે કામધંધે થી આવતા પૈસા પોતાના પરિવાર માટે ઘરખર્ચ માટે આપવા જોઈએ અને પત્ની પર ખોટા વ્હેમ શંકા કરવી નહિ. આમ બંને પક્ષે શાંતિ થી સમજાવી ને બંને ની મરજીથી સમાધાન કરાવ્યું હતું.

subscriber

Related Articles