ઝેરડામાં આધુનિક મશીનરી દ્વારા બનેલ પાણીના કુંડા અને પક્ષી ઘરનું આકર્ષણ

ઝેરડામાં આધુનિક મશીનરી દ્વારા બનેલ પાણીના કુંડા અને પક્ષી ઘરનું આકર્ષણ

જીવદયા : ઘર આંગણાના પક્ષીઓને બચાવવાનો પ્રયાસ, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામે ઉત્તર ગુજરાતમાં એકમાત્ર માટી કામની અત્યાધુનિક ફેક્ટરી આવેલી છે. જ્યાંના કલાત્મક કોડિયા દેશભરમાં વખણાય છે. ત્યારે આ ફેક્ટરીમાં હાલમાં ઉનાળાની ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે બનાવેલ ટકાઉ પાણીના કુંડા તેમજ પક્ષી ઘર આકર્ષણ જમાવી રહ્યા છે.

સરકારની ઉદાસીનતાના કારણે ગૃહ ઉદ્યોગો સાથે ઘણા જીઆઇડીસીના એકમો બંધ થઈ રહ્યા છે.પરંતુ નાનકડા ઝેરડા ગામના સલ્લુભાઈ સુમરા પરિવારે વારસામાં મળેલા માટી કામના વ્યવસાયને જાળવી રાખી આગવી કોઠાસૂઝથી વિકસાવ્યો પણ છે. સમય સાથે તાલ મિલાવતા તેમણે સરકારના વિવિધ વિભાગોનું માર્ગદર્શન મેળવી ગામમાં જ માટી કામની મીની ફેકટરી ઊભી કરી છે. જ્યાં મોરબીથી લાવેલ માટીના પાવડરને ચાળવા- ઝરવા અને પીંડ બનાવવાની કામગીરી આધુનિક મશીનરી દ્વારા થાય છે. બાદમાં મશીનોમાં ફીટ કરેલ ડાઈઓ દ્વારા કોડિયા બને છે.માટી કલાના કસબી કારીગર સલ્લુભાઈ સુમરા જીવદયા અને પર્યાવરણ પ્રેમી પણ છે. ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી અને આશરો મળી રહે તે માટે તેઓ ફેક્ટરીમાં આકર્ષક અને ટકાઉ પાણીના કુંડા અને માળા પણ બનાવે છે.જેનું તેઓ રાહતના દરે વિતરણ કરે છે.એટલું જ નહીં,જાતે સરકારની વિવિધ કચેરીઓમાં જઈ ઝાડ ઉપર નિઃશુલ્ક પાણીના કુંડા અને માળા ગોઠવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *