જનભાગીદારી થકી જળસંચય; ડીસાના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની યોજનાનો પ્રારંભ

જનભાગીદારી થકી જળસંચય; ડીસાના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની યોજનાનો પ્રારંભ

ધારાસભ્ય એ જાતે હિટાચી મશીન ચલાવી ખોદકામ કર્યું; રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામના પરબડી ખાતે તળાવ ઊંડું કરવાની એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં લોકભાગીદારી, ગ્રામ પંચાયત અને બનાસ ડેરીના સહયોગથી આ કાર્યનું ખાતમૂહુર્ત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ખુદ ધારાસભ્ય હીટાચી મશીન પર ચઢી જાતે જ ખોદકામ શરૂ કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, પરબડી ગામ જે નર્મદાના પાણીથી ખેતી કરતું એક મોડેલ ગામ તરીકે પ્રખ્યાત છે.ત્યાં વરસાદી પાણીના સંગ્રહ અને નર્મદાના પાણીના સંગ્રહ માટે આ તળાવ ઊંડું કરવાની યોજના બનાવવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો અને ખેડૂતોને સરફેસ વોટરનો ઉપયોગ કરીને ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રેરણાદાયક પહેલથી પરબડી ગામ જળસંચયના ક્ષેત્રમાં એક નવું મોડેલ પૂરું પાડશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *