પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના WDC ૨.૦ અંતર્ગત પાટણ જિલ્લામાં વોટર શેડ રથયાત્રાનું પાટણ જિલ્લાના ગાગલાસણ ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાગલાસણ અને સહેસા ગામ ખાતે યોજવામાં આવેલ વોટર શેડ રથ યાત્રા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ડાયરેક્ટર આર.પી.જોશી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત જલસંગ્રહ ઉપર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વક્તવ્ય આપી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જલસંચયની ઉમદા કામગીરી કરનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે બાગાયત ધ્વનીકરણ માટે વૃક્ષારોપણ દ્વારા શ્રમ દાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વોટર શેડ યાત્રા રથ ને જનજન ભાગીદારી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.