ઉપરવાસમાંથી પાણીનો ઘટાડો નોંધાતા ડેમમાંથી ૯૫૨ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
આવતીકાલ સુધી ડીસા બનાસ પુલ સુધી પહોંચવાની શક્યતાઓ
બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ ચાલુ વર્ષે ૯૫ ટકા ભરાતા ગત ગુરૂવાર ની સાંજે ૨ દરવાજા ૦.૦૩ ફૂટ ખોલી ૧૯૧૦ ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઇ જિલ્લા વાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો દાંતીવાડા ડેમમાંથી છોડાયેલું બનાસ નદીનું પાણી છેલ્લા સમાચાર મળ્યા મુજબ ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસની નદી સુધી પહોંચ્યું છે. અને ધીરે ધીરે પાણી આગળ વહેતું થઈ રહ્યું છે બનાસ નદીમાં વિઝ ધારકો દ્વારા પાડેલા મસ મોટા ખાડાઓ ના કારણે ધીમા પ્રવાહ એ બનાસ નદીનું પાણી વહી છે. જોકે દાંતીવાડા ડેમના ઉપરવાસમાં પણ પાણીની આવકમાં ઘટાડો નોંધાતા ગઈકાલે સાંજે ૧૯૧૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેમાં પણ ઘટાડો કરતા અત્યારે દાંતીવાડા ડેમમાંથી ૯૫૨ કયુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે સતત બનાસ નદીમાંથી પાણી છોડવામાં આવશે તો ડીસા નજીક પણ આવતીકાલ સુધી પહોંચવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ ડીસા બનાસ પુલ નજીક પણ મોટા ખાડાઓ રહેલા છે જેથી ધીમી ગતિએ પાણી આગળ વધતું રહેશે.

