રખેવાળ ન્યુઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું; સુઈગામ તાલુકાના નવાપુરા ગામની નજીક આવેલ મોતીપુરા ગામડીમાં ઘણા સમયથી અસુદ્ધ અને ખરાબ પાણીની સમસ્યા ઊભી હતી. ગ્રામજનો વારંવાર રજૂઆતો કરતાં હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવી રહ્યો ન હતો, જેના કારણે સ્થાનિક લોકો ઘણા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા.
આ સમસ્યાને ધ્યાનમાં રાખી રખેવાળ દૈનિકે આ મુદ્દાને સમાચારમાં પ્રસિદ્ધ કરતાંની સાથે જ, ડીસાથી કાર્યપાલક ઈજનેર એમ ડી. બોબડીયા એ તાત્કાલિક કાર્યવાહી કરી. તેમના પ્રયાસોને કારણે ગામમાં પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં આવ્યોહતો. આ સમસ્યા હલ થતાં ગ્રામજનોએ મીડિયાનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. ગઈકાલે અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા હતા. અને સ્થળ પર પાણીની ગુણવત્તાની તપાસ કર્યા બાદ તુરંત જ યોગ્ય સમાધાન લાવ્યું.હતું. આ પ્રભાવી કામગીરી માટે ગામના લોકોએ એન્જિનિયર રાઠોડ અધિક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર તથા ચેરમેન સહિતના આગેવાનો આવ્યા હતા.
ગામજનોની માંગ છે કે જો કાર્યપાલક ઈજનેર દ્વારા અમુક સમયે સુઈગામ તાલુકાની મુલાકાત લે, તો આ વિસ્તારની પાણીની સમસ્યાઓ લાંબા ગાળે ઉકેલાઈ શકે. તેઓએ શુદ્ધ અને ગુણવત્તાસભર પાણીનો રોજિંદો પુરવઠો સુનિશ્ચિત થાય તે માટે ઉચ્ચ અધિકારીઓને નિયમિત દેખરેખ રાખવા તે માંગ કરી હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે, જો મીડિયા અને ગ્રામજનો એકસાથે આવે, તો મોટી સમસ્યાઓના ઝડપી ઉકેલ લાવી શકાય ગામમાં પાણીની સમસ્યા હલ થતા ગ્રામજનો હાશકારો અનુભવ્યો હતો.