હાઇવે ઉપર પાણી ભરાતા; નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા

હાઇવે ઉપર પાણી ભરાતા; નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા

થરાદમાં મુશળધાર ખાબકેલા વરસાદે શહેરમાં ઘૂંટણ સુધી પાણી પાણી કરી દેતા મુસાફરો તેમજ શહેરીજનો અટવાયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર અને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા બનાસકાંઠા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ દરમિયાન શુક્રવારની સવારે મુશળધાર ખાબકેલા વરસાદે થરાદ ને પાણીમાં ધમરોળી દીધું હતું. થરાદ ચારરસ્તા થી ને દૂધ શીત કેન્દ્ર સુધી ઠેર ઠેર જાહેર રસ્તાઓ ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. થરાદના મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા કેટલાય વાહનોમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ પડી ગયા હતા. આ વરસાદી પાણીમાં સરકારી બસો એમ્બ્યુલન્સ સહિતના વાહનો પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન કેટલાય વાહનો બંધ પડી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં વરસાદમાં એક એસટી બસ પાણીની અંદર બંધ પડી જતા અંદર બેઠેલા મુસાફરો એ ધક્કો મારી બહાર કાઢવા મજબુર બન્યા હતા જેથી દોઢ ઇંચ વરસેલા વરસાદમાં જો આવી રીતે થરાદ શહેરના જાહેર માર્ગોમાં પાણી ભરાઈ જતું હોય જેને લઈને થોડા સમય અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે હાઇવેની કામગીરી કરવામાં આવી છે તેના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *