બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં પેન્ટીંગ વિભાગ દ્વારા પાલનપુર સબ જેલ ની દિવાલો પર સકારાત્મક ઊર્જા પ્રકલ્પ રજુ કરતા ચિત્રો દિવાલ પર દોરવામાં આવ્યા હતા. જેમાં પેઇન્ટિંગ વિભાગના ૩૦ વિદ્યાથીૅઓએ ભાગ લીધો હતો.આ ચિત્રો સકારાત્મક ઊર્જા ને રજુ કરતા પ્રકલ્પ માટે ભીંત પર દોરવામાં આવ્યા હતા. જેથી સકારાત્મકતા જાગૃતતા ફેલાય સબજેલસુપ્રિટેન્ડન્ટ વી.પી.ગોહીલના આગ્રહ થી આ પ્રકલ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના આચાર્ય ડૉ.રમેશભાઈ પટેલ ના માગૅદશૅન હેઠળ પેઇન્ટિંગ વિભાગના પ્રા.નરેન્દ્ર પટેલ અને પ્રા.બૈશાખી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

- January 30, 2025
0
113
Less than a minute
You can share this post!
editor