આજે રોજ વહેલી સવાર થી ધીમી ધારે મેઘરાજા ના આગમન વચ્ચે પણ ભારે મતદારો ની ભીડ વચ્ચે વહેલી સવાર થી જ 33 પંચાયતો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જવાબદાર તંત્ર અને પોલીસ સ્ટાફ મિત્રો ની કામગીરી સરાહનીય બની રહી હતી. કોઈ પણ બુથ કે ગામ પર કોઈ અનિછનીય બનાવ જોવા મળ્યો નહતો. સુખ અને શાંતિ પૂર્ણ માહોલ માં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જો કે ધીમી ધારે વરસી રહેલા વરસાદે બ્રેક લેતાં મતદારો ને મતદાન કરવામાં કોઈ તકલીફ પડી નહતી.મતદાન પૂર્ણ થયા બાદ દરેક સરપંચ પદના ઉંદવારો એ મીડિયા સમક્ષ વિજયનો આશાવાદ વ્યક્ત કરી મતદારો નો આભાર માન્યો હતો. જો કે દરેક મતો મતદાન પેટી માં શીલ થઈ જતાં દરેક ઉમેંદવારો નું ભાવિ મત પેટીમાં શીલ થઈ ગયું છે. કોણ વિજયની વરમાળા પહેરશે એ તો આગામી 25 જૂનના રોજ મત ગણતરી ના દિવસે ખબર પડશે.

- June 22, 2025
0
122
Less than a minute
You can share this post!
editor