વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્યે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્યે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના સહયોગથી છેલ્લા બે વર્ષમાં ૧૫ થી વધુ નવી બસો વિરમગામ ડેપોને મળી : દર શનિવારે વિરમગામથી સારંગપુરની બસ શરૂ કરાય તેવું આયોજન : હાર્દિક પટેલ

વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્ય હાર્દિક પટેલે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.                       ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને વાહનવ્યહાર મંત્રી  હર્ષભાઈ સંઘવીના સહયોગથી છેલ્લા બે વર્ષમાં ૧૫ થી વધુ નવી બસો વિરમગામ ડેપોને મળી છે, વધતી બસ સેવા નગર તથાં ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરી માટે સુલભતા વધારશે અને લોક પરિવહન વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો લાવશે.

ધારાસભ્ય હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ યાત્રા કરી શકે તે માટે તેને જોડતા રૂટો પર નવી બસો દોડાવવાની યોજના છે. જેમાં દર શનિવારે વિરમગામ થી સારંગપુરની સીધી બસ શરૂ કરાય તેવું આયોજન છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *