થરાદમાં બાઈકની આર.સી બુક મુદ્દે થયેલી મારામારીની ઘટના સામે આવી છે. પ્રભુભાઈ હરદાનભાઈ પટેલે બે વર્ષ પહેલા દાંતીયા ગામના ઈશ્વરભાઈ પ્રેમાભાઈ પટેલ પાસેથી જી.જે-૧૮-ડી.ઇ-૬૦૫૪ નંબરનું બાઈક રૂ.૫૦,૦૦૦માં ખરીદ્યું હતું. બાઈકની ખરીદી વખતે નક્કી થયા મુજબ, આર.સી બુક નામ ટ્રાન્સફરનો ખર્ચ પ્રભુભાઈએ આપવાનો હતો. પ્રભુભાઈ અને તેમના ભાઈ દિનેશ ઈલેક્ટ્રિક એક્ટિવા ખરીદવા થરાદ આવ્યા હતા. જ્યાં જૂના આર.ટી.ઓ પાસે ઈશ્વરભાઈની ધરણીધર ઓટો કન્સલ્ટની દુકાન આવેલી છે. પ્રભુભાઈએ આર.સી બુક ટ્રાન્સફર કરવાની વાત કરતાં ઈશ્વરભાઈ ઉશ્કેરાયા હતા. તેમણે ગાળાગાળી કરી અને લોખંડની હથોડી વડે પ્રભુભાઈના માથામાં હુમલો કર્યો હતો.
બચાવ કરવા આવેલા દિનેશ પર પણ હથોડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈશ્વરભાઈએ લોખંડનું ટી-પાનું લઈને દિનેશના માથા પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, લાકડી વડે દિનેશની પાંસળી અને ખભા પર પણ માર માર્યો હતો. જતી વખતે ઈશ્વરભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે થરાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.