પાટણના દુધારામપુરા ગામે દેશી અને વિદેશી દારૂના દૂષણને લઈ ગ્રામજનો આકરા પાણીએ

પાટણના દુધારામપુરા ગામે દેશી અને વિદેશી દારૂના દૂષણને લઈ ગ્રામજનો આકરા પાણીએ

પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે ગામની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યાના નિરાકરણ માટે ખાતરી આપી. પાટણ તાલુકાના દુધારામપુરા ગામે દેશી અને ઇંગ્લિશ દારૂના દૂષણને બંધ કરાવવા ગ્રામજનો આકરા પાણીએ જોવા મળ્યા છે. ત્યારે શનિવારે દુધારામ પુરા ગામના લોકોની આ વેદનાને ધ્યાનમાં રાખીને પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી. અને ગ્રામજનો સાથે સ્થળ પર સંવાદ કરી ગામમાં ફેલાયેલી દેશી-વિદેશી દારૂની બદીને નાબૂદ કરવા તેઓએ ગ્રામજનો ને હૈયાધારણા આપી આ પ્રવૃત્તિ વહેલી તકે બંધ કરાવવા જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરવાની ગ્રામજનોને ખાતરી આપી હતી.

દુધા રામપુરા ગામની મુલાકાત દરમિયાન ગામના યુવાનો અને વડીલોએ ગામની સીમમાં ધારાસભ્યને લઇ જઈ ત્યાં ઠલવાયેલ અસંખ્ય દેશી દારૂની ખાલી પોટલીઓ અને ઇંગ્લિશ દારૂની બોટલો બતાવી હતી. મુલાકાત દરમિયાન પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે દુધારામપુરા ગામનીઆ સમસ્યાનો ઉકેલ લાવવા હૈયાધારણા આપતાં ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *