મુડેઠા ગામમાં ચાર મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

મુડેઠા ગામમાં ચાર મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

મંદિરમાં ચોરી કરતા તસ્કરોના CCTV ફૂટેજ સામે આવ્યા

ભીલડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ  પટણીવાસમાં રૂપિયા ૪.૫૦ લાખની ચોરીનો બનાવો બનવા પામ્યો હતો ત્યારે ભીલડી વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ બનવા પામ્યો છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે, ભીલડીના મુડેઠા ગામમાં ગતરાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ગામમાં આવેલા શ્રી નકળંગ ભગવાન, શ્રી બ્રહ્માણી માતાજી તેમજ મેલડી માતાજી અને ઓગડ મહારાજના મંદિરોને નિશાન બનાવી મંદિરમાંથી ઘોડા ચોદીના, મુગુટ, અને દાન પેટી તોડીને રોકડ રકમ ની ચોરી કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા છે.

પરંતુ મંદિરોમાં ચોરી કરતા તસ્કરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ૨૨ ઓગસ્ટની રાત્રે ૩:૨૫ મિનિટે મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં બંને તસ્કરોની હરકત કેદ થઈ છે. આ અગાઉ પણ મુડેઠા ગામમા આવેલા શ્રી નાગણેશ્વરી માતાજી અને શ્રી જોગણી માતાજીના મંદિર તેમજ‌ શ્રી ભૈરવદાદા મંદિરે પણ  ચોરી થવા પામી હતી તેની પણ કોઈ ફરિયાદ ન થતા તસ્કરોને ફરી એકવાર મોકળું મેદાન મળી જવા પામ્યુ છે. ત્યારે ફરી ચોરીની ઘટનાને કારણે ગ્રામજનોમાં ફ્ફડાટ ફેલાયો છે. આ બાબતે ભીલડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે. પરંતુ પોલીસ ઊંડી તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *