દાંતીવાડા તાલુકાના વાઘરોલ રૂપપુરા ગામનો રૂપપુરાથી નેળીયા મેઈન હાઈવે સુધી જવાનો રસ્તો છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામના એક જાગૃત નાગરીકે વિડિયો વાયરલ કરીને વિકાસની પોલ ખોલી તંત્રના બહેરા કાન ખોલવાનો પ્રયાસ કર્યો છે.
આ રસ્તો રૂપપુરા ગામના અનેક લોકો માટે ઘણો ઉપયોગી છે. ખેતરમાંથી પશુઓના ઘાસચારો કે અનાજ લાવવા મુકવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. જે આ રસ્તો બંધ હોવાથી ખેડૂતો પશુપાલકો ખૂબ તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ મામલે ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતના સત્તાધીશો, તલાટી કમ મંત્રી અને સરપંચ રૂબરૂમાં તપાસ કરી આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવે એવી લોક માંગ ઉઠી છે.