બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનમાંથી દારૂ ઘુસાડવાના વીડિયો વાયરલ
કિશોર સહિત બે વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરીયાદ દાખલ
31 મી ડિસેમ્બર નજીક આવતા જ રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘુસાડવાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.જે બાબતે બનાસકાંઠાના બુટલેગર સહિત અન્ય 2 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે જેમાં રાજસ્થાનના સાંચોરથી ગુજરાતમાં એક કારમાં દારુ ઘુસાડવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક પોલીસ કર્મી પણ બુટલેગર સાથે હાથ મીલાવતો નજરે પડે છે. પોલીસે આ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે અન્ય એક વીડિયોમાં બુટલેગર 200 કી. મી. ની સ્પિડે દારૂ ભરેલી કાર હંકારતો જોવા મળ્યો હતો.અન્ય એક વીડિયોમાં બુટલેગર કહે છે કે, હે માંડી મારૂં ધ્યાન રાખજે, હું ચોર વાદે ચણા ઉપાડવા ચઢ્યો છું.આ તમામ વીડિયોને લઇને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં દારુ ઘુસાડવાના વાયરલ વીડિયો મામલે ડીજીપી વિકાસ સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોપી છે. અને બે અલગ અલગ પોલીસ મથકે વાયરલ વીડિયોને લઇને ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર સહિત 2 બુટલેગર સામે બનાસકાંઠા જિલ્લાના આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.