પ્રમુખ પોતાના વોડૅ વિસ્તારના વિકાસ સિવાય અન્ય વિસ્તાર સામે ઓરમાયું વતૅન રાખે છે.
હારીજ નગરપાલિકામાં વિવાદ સર્જાયો છે વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના કોર્પોરેટર બિપિન રાવલે નગરપાલિકા પ્રમુખ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં ત્રણ વિડિયો શેર કરીને આ મુદ્દો ઉઠાવ્યો છે. તેઓના જણાવ્યા અનુસાર, નગરપાલિકા પ્રમુખ માત્ર પોતાના વોર્ડ નંબર 5 માં જ વિકાસ કાર્યો કરાવે છે. અન્ય વિસ્તારોમાં કોઈ કામગીરી થતી નથી. ખાસ કરીને સોમનાથ નગરમાં ગંભીર સમસ્યાઓ છે. અહીંના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાવાની સમસ્યાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન છે.
સોમનાથ-2 વિસ્તારમાં ત્રણ કોર્પોરેટર (એક ભાજપ અને બે કોંગ્રેસના) રહે છે, છતાં પાલિકા તેમની ફરિયાદો સાંભળતી ન હોવાના આરોપ મૂક્યો છે કે જ્યારે પાલિકામાં ચૂંટાયેલી બોડી નહોતી અને વહીવટદાર હતા, ત્યારે કામગીરી વધુ સારી રીતે થતી હતી. કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે વોર્ડ 5ની રજૂઆતો તરત જ ધ્યાને લેવાય છે, જ્યારે અન્ય વોર્ડની અવગણના કરવામાં આવે છે. તેમણે પાલિકા પ્રમુખ પર પક્ષપાતી વર્તન કરવાનો આરોપ મૂકતા સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કરતાં હારીજ નું સ્થાનિક રાજકારણ ગરમાયું છે.