વીરતા

વિચાર વૈભવ
વિચાર વૈભવ

. કારગીલ, સીઆચેન, કાશ્મીર અને ભારતની ઉત્તર-પૂર્વ સરહદ પર વીરતા બતાવનારા ભારતના જવાનોનું વિવિધ પ્રકારના ચંદ્રકો વડે રાષ્ટ્રપતિના હનથે સન્માન કરવામાં આવ્યું. તેમાંના ર૯ તો મરણોત્તર ચંદ્રકો હતા, જે એ શૂરવીર શહીદોની વતી એમાં સ્વજનોએ સ્વીકારેલા હતા. વિજયંત થાપર નામના એવા એક શહીદ વતી વીરચક્ર સ્વીકારવા એનાં ૮૦ વરસનાં દાદીમાં સુમિત્રાદેવી લાકડીને ટેકે ધીમે ધીમે, મગરૂરીભેર, ચમકતી આંખોમાંથી એક પણ આંસુ વહાવ્યા વગર સભામંચનાં પગથિયાં ચડી રહ્યા હતાં. તેમને જાઈને ભાવવિભોર બનેલા રાષ્ટ્રપતિ જાતે નીચે ઊતરી આવ્યા હતા.
લશ્કરના સૈનિકોની સાથે એક મરણોત્તર શૌર્યચક્ર કાનપુરના રમેશચંદ્ર યાદવ નામના નાગરિકને પણ અર્પણ કરવામાં આવ્યો હતો.હાઈવે પર જતી એક બસને અટકાવીને ડાકુઓ લૂંટ ચલાવી રહ્યા હતા ત્યારે વચમાં પડીને,જેમને એમણે અગાઉ કદી જાયેલા પણ નહોતા એવા મુસાફરોના બચાવમાં એ ખપી ગયેલો
કૃપાથી તારી-કૃપાથી તારી મા ! દિવસ ઊગતો કાવ્ય થઈને; તમારી ઈચ્છા એ ઉરની ધ્રુવપંÂક્ત બની રહો !

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.